Thursday, 9 August 2018

ખંજન  !
(ગઝલ )

હોઠથી  ડરે   છે  આ  ખંજન,
આંખને  ભરે  છે આ  ખંજન !

થાય  છે   ચૂમી  લઉં  એને,
ઘાયલ  કરે  છે  આ ખંજન !

આ   ખાઈને  ઓળંગું  કેમ ?
ગાલે  તરે   છે  આ  ખંજન !

સિમ્તની   વીજળી   ચમકે,
ને ચહેરે  સરે છે આ ખંજન !

પૂછો નહીં હું કેટલો પાગલ,
'કાન્ત'ને  હરે છે આ ખંજન !
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો. 99090  71588 


No comments:

Post a Comment