Saturday, 18 August 2018

તરસ  !

સુકાઈ  ગઈ  છે તરસ !
તું  મન મૂકીને  વરસ  !

મોરલો  નાખે   ટહેલ ,
છોડ ને  ઊંચા  મહેલ !

તરસનો   કર   પરશ !
તું  મન મૂકીને  વરસ  !

વાદળી   થૈ  વ્યાકુળ,
તું  પણ  થા   આકુળ !

ગાજવીજ સંગ હરખ !
તું  મન મૂકીને વરસ !

તરસની  લે  પરીક્ષા,
માંગુ   છું   હું   ભિક્ષા.

મંદ -મંદ  તું     મરક !
તું  મન મૂકીને  વરસ  !
           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં। 155/2,
સંસ્કાર નગર ,ભુજ-કચ્છ.
મો. 99090  71588 




No comments:

Post a Comment