મન !
મન ને સમજ્યા વિના સુખ નહીં મનવા,
મન વિના જગતગતિ કેમ કરી સમજાય ?
આપણી ભીતર વસે છે પરમાત્મા,
એ કેમ કરી ઓળખાય ?
0મન ને.....
મન ચંચળ ,મન મર્કટ ,મનથી હાર ને જીત,
મન વિના કેમ કરવી મારે હરિથી પ્રીત ?
રુદિયો રૂએ ,ભીતર જલે ,બધું ખળભળે,
એને કેમ કરી આ જીવથી કાબૂ કરાય ?
0મન ને.....
પારસમણી શો સ્પર્શ આ મનનો,
મીરાં ,કબીર,તુલસીએ અહં ન ગણકાર્યો તનનો !
ચેતના આતમની ચેતવે મન ને,
ભઈ ! જો પરમતેજનો પ્રકાશ રેલાય !
0મન ને.....
મન હારે તો હાર,મન જીતે તો જીત,
જીવ તું અભિમાનને કરી દે ચીત !
મોહ,મત્સરની પાછળ દોડતાં ,
એનો પાર ન પમાય !
0મન ને...
અજવાળું દૂર કરે અંધારું,
છોડી દે ને ભઈલા ,હવે આ તારું-મારુ !
ઝીણી રે ઝગે છે ,દીવડાની વાટ ,
તેલ પૂરી દે એમાં ,પછી બધું ઝળહળ ઝળહળ થાય !
0મન ને.....
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો। 99090 71588
મન ને સમજ્યા વિના સુખ નહીં મનવા,
મન વિના જગતગતિ કેમ કરી સમજાય ?
આપણી ભીતર વસે છે પરમાત્મા,
એ કેમ કરી ઓળખાય ?
0મન ને.....
મન ચંચળ ,મન મર્કટ ,મનથી હાર ને જીત,
મન વિના કેમ કરવી મારે હરિથી પ્રીત ?
રુદિયો રૂએ ,ભીતર જલે ,બધું ખળભળે,
એને કેમ કરી આ જીવથી કાબૂ કરાય ?
0મન ને.....
પારસમણી શો સ્પર્શ આ મનનો,
મીરાં ,કબીર,તુલસીએ અહં ન ગણકાર્યો તનનો !
ચેતના આતમની ચેતવે મન ને,
ભઈ ! જો પરમતેજનો પ્રકાશ રેલાય !
0મન ને.....
મન હારે તો હાર,મન જીતે તો જીત,
જીવ તું અભિમાનને કરી દે ચીત !
મોહ,મત્સરની પાછળ દોડતાં ,
એનો પાર ન પમાય !
0મન ને...
અજવાળું દૂર કરે અંધારું,
છોડી દે ને ભઈલા ,હવે આ તારું-મારુ !
ઝીણી રે ઝગે છે ,દીવડાની વાટ ,
તેલ પૂરી દે એમાં ,પછી બધું ઝળહળ ઝળહળ થાય !
0મન ને.....
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો। 99090 71588
No comments:
Post a Comment