Wednesday, 1 August 2018

મુલાકાત !

ઈશ્કના   આંગ ણ  વિષે    મુલાકાત કેવળ  હતી,
પ્રેમના    સગપણની    એ    વાત,  કેવળ  હતી.

કરવા  ને  મુલાકાત, બે  પાગલ   થયા સાબદા ,  
ધોધમાર વરસતી એ ,માઝમ  રાત  કેવળ હતી.

મુલાકાતમાં ખૂલી  ગયાં ,બંધ  બારી ને બારણાં ,
શ્વાસ   ભીતર  સંઘરેલી , એ  ઘાત  કેવળ  હતી. 

આપણી  મુલાકાતના  ધણ   સાંજે  પાછાં  ફર્યાં ,
ગોધૂલીમાં  ઊડતી 'તી , એ  ભાત  કેવળ  હતી.

આ  આંખને રડાવે  એવી   મુલાકાતને   શું  કરું ?
સ્પર્શભીના   અંગમાં , મારી   જાત  કેવળ હતી.

એક    ભીની    સાંજ   સાથે,  મુલાકાત મેં   કરી,
અર્થ   સામે  તથ્ય   જેવી, રજુઆત કેવળ હતી.

 હસ્તરેખાની  મુલાકાત  લૈ,મેં  પૂછ્યું   ભાગ્યને,
'કાન્ત ' ભીંજાય ત્યાં,એવી બરસાત કેવળ હતી.
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ' ,પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ.
મો। 99090 71588   







No comments:

Post a Comment