ભજન
મનને સમજ્યા વિના રે
આ જગત કેમ સમજાય રે મનવા.
જાતને ઓળખ્યા વિના રે,
હરિ ને કેમ કરીને ઓળખાય મનવા !
મન ચંચળ,મન મર્કટ ,મનથી હાર ને જીત,
મનડા વિના મારે કરવી કેમ ,પ્રભુથી પ્રીત !
રુદિયો રૂવે ,ભીતર જલે , બધું ખળભળે.
એને કેમ કરી આ જીવથી કાબુ કરાય મનવા ,
0મનને સમજ્યા...
અંદર ભળભળ રૂપ આ મનનું અગન જેવું,
બાહરનું રૂપ સોહાય આ મનનું ,પવન જેવું !
બન્ને રૂપમાં એ મગન થઈને મ્હાલે ,
મનને કેમ કરી વશમાં રખાય રે મનવા !
0મનને સમજ્યા..
મન કે હારે હાર છે મનવા,મન કે જીતે જીત,
જીવ હવે તું સાવધ થઈ જા,મનને કરી દે ચીત.
મોહ-મત્સર-મદની પાછળ ભાગે ,
મનનો પાર નહીં પમાય રે મનવા !
0મનને સમજ્યા..
પારસમણીશો સ્પર્શ છે આ મનનો,
મીરાં ,કબીર ,તુલસીએ અહં ન ગણકાર્યો તનનો.
ચેતના આતમની ચેતવે છે,
પરમતેજનો પ્રકાશ અહીં રેલાય રે મનવા.
0મનને સમજ્યા......
અંધારાને મારી ભગાવે ,પરમતત્વનું અજવાળું,
છોડી દે ને જીવ હવે તું,આ તારું આ મારું.
'કાન્ત ' ઝગે છે, દીવડાની વાટ ,
તેલ પૂરી દે ,થાય બધું ઝળહળ ઝળહળ મનવા.
0મનને સમજ્યા...
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
મનને સમજ્યા વિના રે
આ જગત કેમ સમજાય રે મનવા.
જાતને ઓળખ્યા વિના રે,
હરિ ને કેમ કરીને ઓળખાય મનવા !
મન ચંચળ,મન મર્કટ ,મનથી હાર ને જીત,
મનડા વિના મારે કરવી કેમ ,પ્રભુથી પ્રીત !
રુદિયો રૂવે ,ભીતર જલે , બધું ખળભળે.
એને કેમ કરી આ જીવથી કાબુ કરાય મનવા ,
0મનને સમજ્યા...
અંદર ભળભળ રૂપ આ મનનું અગન જેવું,
બાહરનું રૂપ સોહાય આ મનનું ,પવન જેવું !
બન્ને રૂપમાં એ મગન થઈને મ્હાલે ,
મનને કેમ કરી વશમાં રખાય રે મનવા !
0મનને સમજ્યા..
મન કે હારે હાર છે મનવા,મન કે જીતે જીત,
જીવ હવે તું સાવધ થઈ જા,મનને કરી દે ચીત.
મોહ-મત્સર-મદની પાછળ ભાગે ,
મનનો પાર નહીં પમાય રે મનવા !
0મનને સમજ્યા..
પારસમણીશો સ્પર્શ છે આ મનનો,
મીરાં ,કબીર ,તુલસીએ અહં ન ગણકાર્યો તનનો.
ચેતના આતમની ચેતવે છે,
પરમતેજનો પ્રકાશ અહીં રેલાય રે મનવા.
0મનને સમજ્યા......
અંધારાને મારી ભગાવે ,પરમતત્વનું અજવાળું,
છોડી દે ને જીવ હવે તું,આ તારું આ મારું.
'કાન્ત ' ઝગે છે, દીવડાની વાટ ,
તેલ પૂરી દે ,થાય બધું ઝળહળ ઝળહળ મનવા.
0મનને સમજ્યા...
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment