Wednesday, 22 August 2018

જીવન  મંથન  !

ચાલ  કરીએ  જીવન મંથન 
સમયની  પૂંછડી  હું  પકડું ,
મોઢું  તું  પકડ.
પણ.,હા..અમૃત  મંથન 
તો દેવ-દાનવોએ  કર્યું  હતું,
અને  આપણે  તો બન્ને માનવ ?
દોસ્ત !સુર -અસુર  બન્ને  અધવચ્ચે 
ભાગી  જાય  જો માનવના 
જીવનનું  મંથન કરે !
વાસુકિ  નાગેય  શરણ  શોધે 
કોઈકનું .....!
મેરુનાયે  મોતિયા મરી જાય 
અને  ઓલો  કાલકૂટ 
શી વિસાત એની ?
જીવતરના વિષ સામે !
શિવજીએ  તો  એને ગળામાં જ  
રોકી રાખ્યું........પી ન શકયા 
અને હું ને તું  રોજ  વિષપાન 
કરીએ છીએ ....
ભેળસેળ,ભ્રષ્ટાચાર,આતંક,બળાત્કાર ,
દુષિત પર્યાવરણ  કંઈ  કેટલાંયે  વિષ 
ઉતારિયે છે ભીતર !
મોહિની  પણ  રોકી ન શકે 
જીવતરના આ તાંડવને !
અને  આ છેલ્લો કટોરો  ઝેરનો નથી 
મંથનમાંથી  તો  નીકળ્યા કરશે 
નીકળ્યા કરશે  આદમની  વિવશતા !
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ. 
મો .99090  71588 
                   








No comments:

Post a Comment