Saturday, 11 August 2018

હર હર મહાદેવ !

શિવ ભક્તો  મુખથી  બોલો  હર હર મહાદેવ !
શ્રાવણ સંગ તમે સૌ ડોલો , હર  હર મહાદેવ ! 

જટાધારી , શિરે  ગંગાધારી,   કૈલાશે  બિરાજે.
સુર-અસુર  સૌ  શીશ  નમાવે  એના  દરવાજે.

અંતરપટને  હવે તમે ખોલો, હર હર મહાદેવ !
શ્રાવણ  સંગ  તમે  સૌ ડોલો ,હર હર મહાદેવ !

વિષપાન  કરી  જગતને  જેણે  અમૃત આપ્યું,
ગજાનને પરિક્રમા કરી,પૃથ્વીનું અંતર  કાપ્યું.

પ્રગટાવો હૈયે  ભક્તિ  ઓલો,હર હર મહાદેવ !
શ્રાવણ  સંગ  તમે સૌ ડોલો , હર હર મહાદેવ !

ઝટપટ  રીઝે ,ખીજે  તો  ત્રીજું  નેત્ર વિનાશક, 
ભોળો  શંભુ  ,અખિલ  બ્રહ્નમાંડનો   છે  ચાલક,

એક એક કર્મને   જાતે તોલો, હર હર મહાદેવ !
શ્રાવણ  સંગ  તમે સૌ ડોલો , હર હર મહાદેવ !
                                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



No comments:

Post a Comment