Sunday, 12 August 2018

જવાબદારી  !

કવિ   છું , કલમ  ચલાવવાની  જવાબદારી,
શબ્દ  પ્રકાશ  ને ,ફેલાવવાની  જવાબદારી ! 

રવિ  ન  પહોંચે  ત્યાં  પહોંચી  જાઉં  ઝટપટ,
પસંદ  નથી મને કોઈ આડીઅવળી  ખટપટ !

સંવેદના-ઘટના-આક્રોશ-સત્યનો  છું પુજારી ,
શબ્દ   પ્રકાશને   ફેલાવવાની   જવાબદારી !

મારા  ગમા-અણગમા, ન   આવે  કવિતામાં,
જળ  ખળખળ  વહેતું  રહે , મારી સરિતામાં !

બીજાના  સુખ-દુઃખ વેદના-પર કરું  સવારી,
શબ્દ  પ્રકાશને , ફેલાવવાની    જવાબદારી !

ગીત-ગઝલ   મારુ   રામ રતન  ધન  રહેશે,
હું  નહીં  મારી લેખિની  તમને સઘળું  કહેશે !

આંગણે  મારા પલ્લવિત રહે, તુલસીક્યારી,
શબ્દ  પ્રકાશને,   ફેલાવવાની  જવાબદારી !
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમ વિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કાર નગર ,ભુજ-કચ્છ.
મો .99090  71588 

No comments:

Post a Comment