Sunday, 19 August 2018

ગીત 

કોઈ  તળાવની  પાળે  બેસી  તારી  રાહ જોઉં  છું ,
જળમાંના  પડછાયામાં, ખુદને  ખુદમાં ખોઉં   છું.

વાયરો  પણ  આજે ,પૂરવ -પશ્ચિમ  થઈ  વાતો,
આથમતા સૂરજની  સંગે ,ગીત  ખુશીના ગાતો.

જોતાં -જોતાં શ્વેત વાદળને, તારી રાહ  જોઉં છું ,
શાંત જળનાપડછાયામાં,ખુદને ખુદમાં ખોઉં છું.

આ સાંજની સંગાથે ,તેં ને મેં વાતો  ઘણી કીધી,
આડીઅવળી  નહીં ,પણ લીટી આપણી  સીધી.

એકાકી  અજવાળા સંગ  હું તારી રાહ  જોઉં   છું ,
શાંત જળનાપડછાયામાં,ખુદને ખુદમાં ખોઉં છું.

હોઠ  સુધી  આવેલું   અમરત  પાછું મેં તો  ઠેલ્યું,
તારા  વિન  અમર  થવાનું,  ક્યારનું   મેં  મેલ્યું .

પ્રેમકટારી વાગી, ઘાયલ , તારી રાહ  જોઉં   છું ,
શાંત જળનાપડછાયામાં,ખુદને ખુદમાં ખોઉં છું.
                               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





No comments:

Post a Comment