Monday, 6 August 2018

ગઝલ 

વહે  છે  હવા  મતવાલી, ઉઘાડી  રાખજે  બારી,
જોવાને  હવાની  સવારી, ઉઘાડી  રાખજે બારી

શાને  તું  એકલો  નજરબંધ  છે  ઊંચી  મેડીએ,
સ્પર્શ ઝંખે   હવા  કુંવારી, ઉઘાડી રાખજે બારી .

આવી  છે  એ  વહેતી , હૈયાની  વાત   કહેવાને, 
નથી  કંઈ  હવા બિચારી, ઉઘાડી રાખજે  બારી.

રૂપની  રંગત  બધી  જોઈ  લે ,આજે એકીસાથે,
છે  હવાની  આજે તૈયારી ,ઉઘાડી  રાખજે બારી.

એની  લહર   મચાવે  ,  મીઠો -મધુરો   કલરવ,
'કાન્ત ' હવા પ્રેમ પિયારી ,ઉઘાડી રાખજે બારી.
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ .
મોં. 99090  71588 


 

No comments:

Post a Comment