Saturday, 25 August 2018

મુસાફર  !

મુસાફર  છું  આ દુનિયામાં ,
હું  ખુદ  મારામાં , જીવું  છું.

કાળની   કેડીએ   ચાલીને,
પ્રેમપદારથ   હું  પીવું   છું .

મુસાફર,મુસાફરી છે સાથે,
ખોટા  કર્મોથી   હું બીવું છું.

જીવનપથના માર્ગ વચ્ચે,
નિર્ભય  થઈને  હું સૂવું  છું .

ચૂમું  આ ધરતીને  જયારે,
રંગબેરંગી સપનાં સેવું છું.
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કાર નગર ,ભુજ-કચ્છ.
મો 99090 71588 


.



No comments:

Post a Comment