તિમિર
(ગીત)
તિમિરની સરહદને મારે ઓળંગવી,
અંધકાર તિમિરનો ભેદવો.
ચાંદાની ચાંદનીનું મારે શું કામ ?
તિમિરને વચ્ચો વચ્ચ છેદવો .
સૂરજ આથમે , તિમિરમાં તમરાં બોલે,
થઈ જાય રાત રાજી રાજી.
તિમિર કહે મારે બનવું નથી હવે કાજી.
અંતરની ઈચ્છાને ઝબોળી,
તિમિરની સંગ મારે ખેલ ખેલવો .
0તિમિરની
ભીતર ભર્યો છે અખંડ ઉજાગરો,
પાંપણનો ભાર પણ લાગે,
જરીક પ્રકાશને જોઈ, તિમિર ભાગે.
એના શ્યામ રંગને ઓગાળી,
કાળો-કલૂટો રંગ હવે મારે છોડવો.
0તિમિરની
કેટલે દૂર ? કેટલે દૂર હવે જાવું ?
મારગ તો સાથ દે છે દોડીને,
આમેય જાવું ક્યાં તિમિરને છોડીને ?
જાગતા તિમિરને ઢંઢોળી,
અંતરના મારગને 'કાન્ત ' છે ખોલવો .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં.155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો. 99090 71588
(ગીત)
તિમિરની સરહદને મારે ઓળંગવી,
અંધકાર તિમિરનો ભેદવો.
ચાંદાની ચાંદનીનું મારે શું કામ ?
તિમિરને વચ્ચો વચ્ચ છેદવો .
સૂરજ આથમે , તિમિરમાં તમરાં બોલે,
થઈ જાય રાત રાજી રાજી.
તિમિર કહે મારે બનવું નથી હવે કાજી.
અંતરની ઈચ્છાને ઝબોળી,
તિમિરની સંગ મારે ખેલ ખેલવો .
0તિમિરની
ભીતર ભર્યો છે અખંડ ઉજાગરો,
પાંપણનો ભાર પણ લાગે,
જરીક પ્રકાશને જોઈ, તિમિર ભાગે.
એના શ્યામ રંગને ઓગાળી,
કાળો-કલૂટો રંગ હવે મારે છોડવો.
0તિમિરની
કેટલે દૂર ? કેટલે દૂર હવે જાવું ?
મારગ તો સાથ દે છે દોડીને,
આમેય જાવું ક્યાં તિમિરને છોડીને ?
જાગતા તિમિરને ઢંઢોળી,
અંતરના મારગને 'કાન્ત ' છે ખોલવો .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં.155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો. 99090 71588
No comments:
Post a Comment