Sunday, 26 August 2018

મા  !
ગાલગાગા ,ગાલગાગા 

પ્રેમનો  અવતાર  છે  મા ,
સ્નેહનો  સ્વીકાર  છે, મા !

સરળતાની ,  બારમાસી,
પ્રભુનો અવતાર  છે  મા  !

અંકમાં  એના, રબ   રમે,
જગતનો  આધાર છે મા !

ભીંજવે  એ  ભાવથી   ને,
મંત્રનો ॐ   કાર  છે  મા !

'કાંત'ની   છે  એ  જનેતા,
આ ગઝલનો સાર છે મા !
              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment