Monday, 13 August 2018

સુવાસ  !

ભ્રમર  પુષ્પની  સુવાસમાં  લોભાણો ,
સુવાસની  સંગાથે,મધુકર  કહેવાણો ! 

વાયરો  વાયો  ને,મેં સુવાસને  ચૂમી, 
વાદળનો  હોંકારો,ધરતીમાતા ઝૂમી.

સાંજ  પડીને  એ, સરોજમાં  સમાણો , 
સુવાસની સંગાથે ,મધુકર  કહેવાણો.

સુવાસને   લઈ,વાયુ વનેવન ઘૂમ્યો,
ઝાકળના  ગાલને,એણે આજે ચૂમ્યો.

ગુનગુન ભમરાનું ચારેબાજુ ગવાણો ,
સુવાસની  સંગાથે,મધુકર  કહેવાણો.

પ્રગટયાં ગીત ,ઝટપટ ઊઘડી બારી,
મહેલોને  છોડી,  દોડી આવી અટારી.

સૂરજચાંદાને  તેજે , ઊજળો જમાનો,
સુવાસની સં ગાથે ,મધુકર  કહેવાણો.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા' ,પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો. 99090  71588 













No comments:

Post a Comment