Saturday, 4 August 2018

ગીત 

કે   આંખમાં   ઘેરાયું     છે  વાદળ,
મેઘદૂત  આવશે,  લાવશે  કાગળ !

એકલી  સાંજ  પજવે  છે  દલડાને,
શું  કહું   એકલી, એકડા -બગડાને ?
ચાંદાને ,ચાંદની ને   હું રોકી રાખું,
પડતો મેલિયે  આજે આ ઝઘડાને,

કે    હૈયામાં    સમાયું   છે  વાદળ,
મેઘદૂત  આવશે , લાવશે  કાગળ !

ક્યાંક  પડ્યું   છે, તારું   ને    મારું, 
બની ન  શકે એ આપણું સહિયારું ?
મારે   તો  સાસરિયું ,જ  વૃંદાવન,
કોણ  કહે  આ રજકણને   બિચારું ?

કે   મેડી   પર  છવાયું   છે વાદળ,
મેઘદૂત  આવશે,  લાવશે  કાગળ !

ઉંબરિયે બેસીને  તારી  રાહ  જોઉં,
મુજને મુજમાં સમાઈ,'હું'ને હું ખોઉં .
કદીક આવશે તું વાત છે  એ પાકી,
તેમ   છતાં  પ નઘટ પર  હું   રોઉં.

કે મને જોઈને,હરખાયું છે  વાદળ,
મેઘદૂત  આવશે, લાવશે   કાગળ !
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



No comments:

Post a Comment